ટીવીની ચર્ચઓ જોતાં એવુ લાગે છે કે બધુજ બરાબર છે, સમાજ ચારીત્ર્યવાન્ થઇ ગયો છે.જો કોઇ
ચર્ચામાં ઘેટાઓ થી અલગ મત વ્યક્ત કરે તો ઘેટાઓ તેની પથારી ફેરવી નાખે છે.એવી જ
પથારી એ.પી. સિંગ .ની ફેરવી નાખી.વાંક એનો એ નહી કે એમણે કે'વાતું તાલીબાની સ્ટેટ્મેંટ આપ્યું, કારણ ફક્ત એટલુ જ કે એ રેપિસ્ટોનો(આરોપીઓના) વકીલ હતા.હા,
એમના વિવાદીત સ્ટેટ્મેંટ સાથે આપણે સંમત ના થઇએ ,પણ એની પર્સનલ લાઇફ અને કારકિર્દી ખરાબ કરી નાખવાનો
કોઇને સો હક. તો પછી મિડીયાએ એવા એક વકીલ કે જે આતંગવાદીઓ ની જ વકાલત કરતા હતા
તેને કેમ ટાર્ગેટ ના કર્યા. લોકોએ પણ નક્કી કરી લેવું કે આવા જઘન્ય ક્રુત્ય માટે
કોઇએ વકીલાત ના કરવી. હા ,પણ એ માટ લોકોએ પણ તૈયાર રહેવું પડ્શે, જ્યારે પોતાનો દીકરો, પતિ, ભાઇ ,પિતા આવા કેશ માં
આરોપી બને તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ની માંગ કરવી....ના એ મંજુંર નહી.. કારણ
અમેતો ચારીત્ર્ય્વાન (!), અમારો કોઇ રેપ ના કરે(!).ખ્રરેખર તો
મિડીયાએ આવા ક્રિમિનલ વકીલ ને બોલાવી ટીવીમાં એવી ચર્ચા કરવી જોઇએ કે આવા ગુનાઓ
લોકો કેમ કરે છે? એની જગ્યાએ એની
અંગત લાઇફ નો પ્રશ્ન પુછી તેમને સમાજ્ને ના ગમતા જવાબો આપવા ઉશ્કેર્યા.......એ વકીલનું એક વીવાદીત સ્ટેટ્મેંટ એ પણ હતું કે ચુકાદામાં મીડીયાના
દબાણ ની પણ અસર હતી. મીડીયાના એંકરોએ એ પણ જોવું જોઇએ કે તેણે પણ કદાચ સમાજ્ની
વર્તમાન તાસીર જોતાં અપેક્ષીત ચુકાદા માટે થોડી ઢીલ મુકી હોય ! ??. ના, આવું તો
વિચારવાનો મીડીયાને સમય કે વિજન નથી. બસ ખાલી TRP. TRP and TRP…
No comments:
Post a Comment